About Myself
યુસુફ શરીફ ચારોલીયા
હું યુસુફ શરીફ ચારોલીયા આ વેબસાઈટના માધ્યમથી સૈય્યદ પીરમશાયબનું ગુજરી લિપીમાં લખાયેલ ધાર્મિક સાહિત્ય, મારું સ્વયં લિખિત સાહિત્ય અને અન્ય ધાર્મિક સાહિત્ય વાંચકોના જ્ઞાન સારૂં રજૂ કરી રહયોછું.
સૈયદ સમશુલ હક ઇરાકના સબ્જવાર પ્રાંત (અત્યારે ઇરાનમાં) થી મુલતાન (અત્યારે પાકિસ્તાનમાં) આવીને ત્યાંના લોહાણાઓને ઇસ્લામમાં દાખલ કર્યા અને તેમનો ધર્મ પ્રચાર મુલતાનથી સિંધપ્રદેશ, કાશ્મીર, બદખશાન, રાજસ્થાન, અને ગુજરાત સુધી પહોંચ્યો, પણ તેમના અનુંગામી વંશજો જેમકે અનુક્રમે સૈ. નસીરૂદ્દીન, સૈ. શહાબુદ્દીન અને સૈ. સદરૂદ્દીને સતપંથનું ગઠન કર્યું અને તેનો પ્રચારકર્યો. સતપંયએ ઇસ્લામ, હિન્દુધર્મ, ઇસ્માઈલી માન્યતા અને કેટલેક અંશે અન્યધર્મોનું મિશ્રણ છે. આ સૈય્યદ સદરૂદ્દીનના પુત્ર સૈ. કબીરૂદ્દીને ગુજરાત આવી ઇસ્લામનો પ્રચાર કર્યા અને મુલતાન પાછા ગયા, ગુજરાતમાં ઇસ્લામમાં દાખલ થનાર મુખ્યત્વે લેઉવા, કડવા અને મતીયા પાટીદારો હતા.
સૈ. કબીરૂદ્દીનના અવસાન પછી તેમના ઉત્તરાધિકારીને મુદ્દે તેઓમાં બે ભાગ પડી ગયા. જેમકે એક ભાગ તેમના પુત્ર ઇમામશાહને ઉત્તરાધિકારી માનનાર અને બીજો ભાગ તેમના ભાઈ સૈ. તાજદીનને ઉત્તરાધિકારી માનનાર. સૈ. તાજદીનને અનુસરનારા ઓ પાછળથી સ્પષ્ટરીતે ઇસ્માઈલીયો તરીકે બહાર તરી આવ્યા અને સૈ. ઇમામશાહને અનુસરનારાઓ ઇમામશાહીઓ તરીકે બહાર પડ્યા.
સૈ. કબીરૂદ્દીનના બીજા દિકરા (સૈ. ઈમામ શાહના ઓરમાઈ ભાઈ) સૈ. રહીમતુલ્લાહ પણ લાહોરથી ગુજરાત માં 'કડીમાં' આવ્યા અને તેમની રીતે ઇસ્લામ ફેલાવવાનું કામ કરીને પાછા લાહોર જતા રહ્યા. સૈ. ઈમામશાહ પછી પણ સતપંથીઓમાં બે ભાગ પડી ગયા. જેમકે તેમના દિકરા સૈ. નુરમોહમદને અનુસરનારાઓ નૂરશાહી, અને સૈ. ઇમામશાહના સતપંથને અનુસરનારા ઇમામશાહીઓ. સૈ. નુરમોહમદપછી ઉપરોક્ત સૈ. રહીમતુલ્લાહના વંશમાં છઠ્ઠા કમે સૈ. પીરમશાયખ થયા. તેમણે સુન્ની પંથની દાવત શરૂકરી તો ઘણા ખરા સતપંથીઓ એ સુન્ની પંથ સ્વીકાર્યો, પણ તેઓમાંથી ૫૦૦ કુટુંબોએ અળગા રહવું પસંદ કર્યુ તેઓમાથી ૨૫૦ કુટુંબ કાઠિયાવાડ ચાલ્યાં ગયા અને ૨૫૦ કુટુંબોએ સિધપુર આસપાસ વસવાટ શરૂ કર્યો, અને કાળક્રમે તેઓ એ શીયા ઇસ્માઇલી ઇમામી પંથ સ્વીકારી લીધો. ત્યારે ઇ.સ.ની અઠારમી સદીના પૂર્વાર્ધમાં ફક્ત ત્રણ પંથો હતા. જેમકે (૧) સતપંથીઓ (૨) સુન્ની મોમીનો અને (૩) શીયા ઇસ્માઇલી ઈમામી મોમીનો.
સાહિત્ય:
૧) ઉપરોક્ત સતપંથી પીરોએ ગુજરી લિપીમાં ગીનાનો (સ્તુતિગાનો) લખ્યોં છે જે તેમની માન્યતાનો પાચો છે. મેં આ ગુજરીલિપીમાં લખાયેલાં ગીનાનો શોધવાનો પ્રયત્ન કર્યા પણ મને મળી શક્યાં નથી.
૨) પીર મશાયએ પણ ગુજરી લિપીમાં સુન્નીપંથની માન્યતાનાં પુસ્તકો લખ્યાં છે જે મુખ્યત્વે ૧૩ પુસ્કો અને અન્ય ૫ પુસ્તકોમાં છે.
૩) સૈ. પીર મશયબ નું સાહિત્ય ગુજરી લિપીમાં ગઝલરૂપે હોવાથી સામાન્ય માણસો સમજી શકતા ન હો વાથી તેને મુંબઇથી ૧૯૨૧ થી ૧૯૫૫ ના સમય ગાળામાં અર્વાચિન ગુજરાતી લિપીમાં તબદીલ કરવામાં આવ્યું. અત્યારે હું તમારી સમક્ષ રજૂ કરી રહયો છું તે આ પ્રમાણે છે.
૧) સૌ. પીર મશાયબ ના ઉપરોક્ત સાહિત્યનું અર્વાચિન ગુજરાતી લિપિમાં રૂપાંતર.
૨) મજકુર સાહિત્યની સમજુતિ આપતું સાહિત્ય.
૩) તેમનું ગુજરાતી લિપીમા લખેલ સાહિત્ય સનદી પુરાવા રૂપે.
૪) સર્વ સામાન્ય ઇસ્લામી સાહિત્ય ગુજરાતી ભાષામાં આ ચારેયને અનુક્રમે અલગ અલગ. વિભાગોમાં ગોઠવવામાં આવ્યા છે.